
વ્યવસાય વેરો / વાહન વેરો / શોપ વિભાગ
વિભાગ
વિશે
ટેક્ષ કલેક્શન વિભાગ હસ્તક વ્યવસાયવેરા શાખા, વાહનકર અને શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ શાખાનો સમાવેશ થાય છે.
(૧) વ્યવસાયવેરા :-
રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગારવેરા અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત વ્યવસાયવેરો વસુલવામાં આવે છે.
- વ્યવસાયવેરાના બે પ્રકાર છે.
(૧) EC
(૨) RC
વ્યવસાયવેરા રજીસ્ટ્રેશન ઓનલાઈન http://bmcgujarat.com/ ની વેબસાઈટ ઉપર કરવાની રહે છે.
(૨) વાહનકર :-
ધી જી.પી.એમ.સી એક્ટ ૧૯૪૯ પ્રકરણ-૧૧ની કલમ-૧૨૭ (૧) ના પેટા નિયમ (ખ) મુજબ કોર્પોરેશન દ્વારા વાહનકર નાખી શકાય છે. અને પ્રકરણ-૧૧ની કલમ-૧૪૨ મુજબ વાહનકર વસુલવાની કામગીરી કરવામાં આવે છે.
(3) શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ :-
ધ ગુજરાત શોપ્સ & એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૨૦૧૯ના અધિનિયમ ક્રમાંક-૪ મુજબ દુકાન અને સંસ્થાનું નવાં રજીસ્ટ્રેશન, નવાં ઈન્ટીમેશનની અરજી અન્વયે શોપ એક્ટ લાયસન્સ ઈસ્યુ કરવાની કામગીરી કરવામાં કરવામાં આવે છે.