ફિલ્ટર વિભાગ

વિભાગ
વિશે

  • ફિલ્ટર વિભાગની મુખ્યત્વે જવાબદારી જુદાજુદા જળાશયો માંથી રો વોટરનો પુરવઠો મેળવી ફીલ્ટ્રેશન પ્લાન્ટ ખાતે શુધ્ધિકરણ કરી ભાવનગર શહેરને શુધ્ધ અને પર્યાપ્ત પાણી પુરવઠો વિતરણ કરવાની છે.

 

  • ભાવનગર શહેરને પીવાનાં પાણી મેળવવાનો મુખ્ય સ્ત્રોત શેત્રુંજીડેમ છે. જેમાંથી આશરે ૪૭ કી.મી. દુરથી પાઈપલાઈન મારફત શેત્રુજી ડેમ કેનાલ આધારીત પંપીગ સ્ટેશન દ્વારા ભાવનગર શહેર સુધી પાણી પહોચાડવામાં આવે છે. તદઉપરાંત પાણી મહી- પરીએજની લાઈન દ્વારા બુધેલ સમ્પ ઉપરથી તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે મેળવવામાં આવે છે. ભાવનગર શહેરમાં આવેલ તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ સને ૧૯૩રની સાલમાં બનાવવામાં આવેલ જેની પાણી શુધ્ધિકરણની ક્ષમતા ૪ર એમ.એલ. પ્રતિ દિવસની છે. જયારે ચિત્રા ફિલ્ટર પ્લાન્ટ જી.ડબલ્યું.એસ.એસ.બી. દ્વારા સને-૧૯૯૪માં બનાવી મહાનગરપાલીકાને સોપવામાં આવેલ છે. જે ૧૮ એમ એલ પ્રતિ દિવસ ક્ષમતાનો તેમજ નવો ફિલ્ટર પ્લાન્ટ ૨૫ એમ.એલ.ડી.નો કાર્યરત કરવામાં આવેલ છે, તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૩૦ એમ.એલ.પ્રતિ દિવસની ક્ષમતાનો ઓલ્ડ તેમજ ૨૦ એમ.એલ.પ્રતિ દિવસની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવેલ છે.નીલમબાગ ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૧પ એમ.એલ.પ્રતિ દિવસની ક્ષમતાનો જુનો અને ૧પ એમ.એલ.પ્રતિ દિવસની ક્ષમતાનો નવો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત છે. નારી ગામ ખાતે પ એમ.એલ.પ્રતિ દિવસની ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થયેલ છે એમ મળીને કુલ ૧૭૦ એમ એલ પ્રતિ દિવસ ક્ષમતામાં રો-વોટર ફિલ્ટ્રેશન કરવામાં આવે છે.

 

  • શેત્રુંજીડેમ ખાતેથી દરરોજ આશરે ૯૫ થી ૧૦૦ એમ.એલ. તથા ગૌરીશંકર તળાવ માથી આશરે ૧૮ થી ૨૦ એમ.એલ. અને મહીપરીએજ બુધેલ મારફત તરસમીયા ફિલ્ટ્રેશન પ્લાન્ટ ઉપરથી આશરે ૭૦ થી ૭૫ એમ.એલ. રો વોટર મેળવવામા આવે છે. ઉપરોકત તમામ ફિલ્ટર પ્લાન્ટમાં પાણી ફીલ્ટ્રેશન તથા કલોરીનેશન કરીને પાણીને જંતુમુકત કરી શહેરમાં શુધ્ધ પાણી પહોચાડવાના પુરતા પ્રયત્નો કરવામાં આવે છે. આમ ભાવનગર શહેરને માટે સરેરાશ ૧૭૦ એમ.એલ. પ્રતિ દિવસ તમામ ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પીગ સ્ટેશનો દ્વારા શહેરમાં શુધ્ધ પાણીનું વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાનગર ખાતેના ૪૫ એમ.એલ.ડી કેપેસીટી ધરાવતા સ્ટોરેજ ટેન્ક મારફત જરૂરિયાત મુજબના રો-વોટર જથ્થો તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટમાં લેવામાં આવે છે. તખ્તેશ્વર ફિલ્ટર પ્લાન્ટ ખાતે આવેલ ESR,MLR,HLR,GLR, ડાયમંડ સ્ક્વેર ESR અને પમ્પીંગ,વર્ધમાન અને દિલ બહાર ESR, ચિત્રા ESR ,અધેવાડા GSR ,બાલયોગીનગર ESR,પ્રભુદાસ તળાવ ઈ.એસ.આર,GETCO ESR વી.દ્વારા જે તે વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણી સપ્લાય કરવામાં આવે છે. નિલમબાગ ખાતે તથા સરદારનગર ખાતે આવેલ સ્વીમીંગ બાથના ફિલ્ટર પ્લાન્ટ અને પમ્પીંગ તેમજ કલોરીનેશન અને પાણી શુધ્ધિકરણ અંગેની કાર્યવાહી ફિલ્ટર વિભાગ દ્વારા કરવામાં આવે છે.ઉપરાંતજરૂરિયાત મુજબ માન.નગરસેવકશ્રી અને વોટર વર્કસ વિભાગની સુચના મુજબ સીટી લીમીટની અંદર ટેન્કર દ્વારા પાણી વિતરણની કામગીરી કરવામાં આવે છે.

સ્ટાફ
વિગતો

ચિરાગસિંહ અશોકસિંહ ગોહિલ
જુ. ઓપરેટર
ભાવસંગભાઇ વી. હાડા
લાઇટ ઇન્સ્પેક્ટર
સભાડ હમીર નગિનભાઇ
હેલ્પર
શૈલેષ એમ. બારૈયા
ચોકીદાર
પરમાર રમેશ દામજીભાઇ
હેલ્પર
રાઠોડ વિજયભાઇ ભલાભાઇ
હેલ્પર

પ્રોએક્ટિવ
ડિસ્ક્લોઝર