
ગાર્ડન વિભાગ
વિભાગ
વિશે
- ગાર્ડન વિભાગના ઉદ્રેશ / હેતુ
મ્યુની.કોર્પો.ભાવનગર શહેર હદ વિસ્તારમાં આવેલ પડતર જમીનો તેમજ બગીચાના હેતુ માટેના કોમન પ્લોટોમાં નાગરિકોની સુવિધાઓ માટે બગીચાઓ બનાવવા તેમજ જે બગીચાઓ છે તેનું સુચારૂ રીતે મેઈન્ટેનન્સ કરવું જરૂરી સુધારા વધારા કરી નાગરિકોની સુવિધામાં તથા બગીચાની સુંદરતમાં વધારો કરવો તેમજ શહેરના રાજમાર્ગો, પ્રાથમિક શાળાઓ, બગીચાઓ, પડતર જમીનોમાં વૃક્ષારોપણ કરવું અને પર્યાવરણની સમતુલા જાળવવી તે આ વિભાગનો મુખ્ય હેતુ ઉદેશ છે.
- ગાર્ડન વિભાગનો ટૂંકો ઈતિહાસ :
સ્વતંત્રતા પહેલા ભાવનગર સ્ટેટ વખતે જે તે સમયે સને ૧૮૮૪ માં પીલગાર્ડનની નિર્માણ થયેલ. મહારાજા સર તખ્તસિંહજી સાહેબે મિ.ઈ.ડબલ્યુ વેસ્ટ પાસે વૃક્ષારોપણ કરાવી પબ્લિક ગાર્ડન તરીકે આ બગીચાને તા.૨૩ જાન્યુ. ૧૮૮૪ માં લોકાર્પણ થયું. ૧૯૬૦ માં આ બગીચામાં સરદારશ્રીની પ્રતિમાની સ્થાપના કરી આ બગીચાનું નામ સરદાર વલ્લભભાઇ પટેલ નામ રાખવામાં આવ્યું. ગાર્ડન વિભાગ હસ્તક ૬૦ જેટલા નાના-મોટા સર્કલ/બગીચા છે. તે પૈકી કેટલાક લોક-ભાગીદારીથી વિકસાવેલ છે અને દત્તક આપેલ છે. શહેરના વિવિધ રોડ-ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરી શહેરની શોભા વધારવામાં આવે છે. જેમ જેમ શહેરનો વિકાસ થતો રહે તેની સાથો સાથ બાગ-બગીચાઓ પણ વિકસાવવાના રહે છે.
- ગાર્ડન વિભાગ કામગીરી :
- ભાવનગર શહેરમાં આવેલ બગીચાઓ/સર્કલો તેમજ રોડ ડીવાઈડરને લોકભાગીદારી થી વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે તેમજ સર્કલ/બગીચાઓને દત્તક આપવામા આવે છે. આ પ્રકારે અન્ય રોડ ડીવાઈડરો, સર્કલો વિ. સંસ્થા, લી.કંપની, ટ્રસ્ટોને દત્તક આપવામાં આવેલ છે .
- શહેરમાં મુખ્ય રોડ ઉપર, મ્યુની. શાળાઓમાં મેદાનમાં ખુલ્લી જમીનો કે કોમન પ્લોટમાં વ્રુક્ષો વાવવા તથા જાહેર અને ખાનગી સંસ્થાના સહયોગથી તેમજ માન,ધારાસભ્યશ્રીઓ અને નગરસેવકશ્રીઓ દ્રારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી ટ્રીગાર્ડ સાથે વ્રુક્ષારોપણ કરી તેની જાળવણીની કામગીરી કરવામાં આવે છે. ભાવનગર શહેરમાં આવેલ બગીચાઓ/સર્કલો પાસેના ત્રિકોણીયામાં અવનવા વ્રુક્ષોના વાવેતર કરવામાં આવે છે.
- લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય અને ભાવનગર શહેર વધુ હરિયાળું બને તેવા આશયથી વિવિધ જાતના રોપાઓનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે.
- માન.ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ તથા નગરસેવકશ્રીઓ દ્રારા ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી સૂચવેલ વિવિધ પ્રકારના બાંકડાઓ મુકવામાં આવે છે.
- ગાર્ડન વિભાગ દ્વારા મહાનગરપાલિકાના રોડ વાઈડનીંગ કામમાં નડતરરૂપ વૃક્ષોને મૂળ જગ્યાએથી અન્યત્ર ખસેડી તે વૃક્ષોને બચાવવાના હેતુથી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલ છે તથા વૃક્ષોના ઉછેર થવા પામે તેમ જ વૃક્ષો ઉપયોગી જાણકારી મળી રહે તેમજ શુદ્ધ પર્યાવરણ રહે તે હેતુ થી કાર્યવાહી કરવામાં આવે છે.